રાજ્યમાં કોરોનાનાં 31 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 98.75 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 31 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 14 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 98.75 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 8,16,260 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
આરોગ્ય વિભાગની યોગ્ય કામગીરીને કારણે રાજ્યમાં રિકવરી રેટ 98.75 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 3,64,199 થી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું.
અમદાવાદમાં 2, રાજકોટમાં 2, સુરતમાં 6, વડોદરામાં 5, જૂનાગઢમાં 2, જામનગરમાં 5, વલસાડમાં 4, આણંદમાં 2, કચ્છમાં 2, નવસારીમાં 1, કેસ નોંધાયા છે.