અરવલ્લી: સો ટકા વેક્સિનેશન માટે વહીવટી તંત્ર દ્વારા માઇક્રો પ્લાનિંગ હાથ ધરાયું
Live TV
-
કોરોના સામેના પ્રતિકારની કામગીરીરૂપે અરવલ્લી જિલ્લામાં સો ટકા વેક્સિનેશન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માઇક્રો પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત 680 ગ્રામ્ય વિસ્તારોમાંથી 200 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં સો ટકા વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં બાયડ તાલુકાના સરેરાશ 28 ભિલોડાના 38, ધનસુરાના 9, માલપુરના 14, મેઘરજના 23 જ્યારે મોડાસા તાલુકાના 37 જેટલા ગામડાઓમાં પ્રથમ ડૉઝના વેક્સિનેશનની સો ટકા કામગીરી પૂર્ણ કરાઇ છે.
આ અંગે જિલ્લા કલેક્ટર ડૉ. નરેન્દ્રકુમાર મીણાએ જણાવ્યું હતું કે, જિલ્લાના 6 લાખ પચાસ હજાર એટલે કે 77 ટકા પ્રથમ ડોઝની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. તેમજ જિલ્લામાં સંપૂર્ણ વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવા માટે વહીવટીતંત્ર દ્વારા જરૂરિયાત મુજબ રાત્રિ સભા યોજીને પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.