Skip to main content
Settings Settings for Dark

આજે વર્લ્ડ રેબીઝ દિવસ: શા માટે ઊજવવામાં આવે છે આ દિવસ અને જાણો રેબીઝથી બચવાના ઉપાય

Live TV

X
  • આ વર્ષે 17મો વર્લ્ડ રેબીઝ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે.

    આજે વર્લ્ડ રેબીઝ દિવસ છે. લોકોને આ બિમારી પ્રત્યે જાગૃત કરવા માટે દર વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ આ દિવસ ઊજવવામાં આવે છે. આ વર્ષે 17મો વર્લ્ડ રેબીઝ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. વર્ષ 2007માં ગ્લોબલ એલાયન્સ ફોર રેબીઝ કંટ્રોલ દ્વારા વર્લ્ડ રેબીઝ દિવસ ઊજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારપથી WHO તેનું સમર્થન કર્યું હતું. ફ્રેંચ કેમિસ્ટ અને માઈક્રોબાયોલોજિસ્ટ લુઈ પાશ્ચરે વર્ષ 1885માં પહેલી વાર રેબીઝ વેક્સીન વિકસાવી હતી, તેમનું 28 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ થયું હતું. આ કારણોસર દર વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ રેબીઝ દિવસ ઊજવવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ રેબીઝ દિવસ થીમ ‘All for 1, One Health for all’ છે. રેબીઝને રોકવા માટે દર વર્ષે અલગ અલગ થીમ સાથે આ દિવસ ઊજવવામાં આલે છે.

    રેબીઝ એક ગંભીર બિમારી છે. પશુઓના કરડવાથી આ બિમારી થાય છે. અનેક વાર પશુઓના કરડવાના કેસ સામે આવે છે. મોટાભાગના કેસમાં પ્રાણી કરડે અથવા હુમલો કરે તેના 10 દિવસમાં રેબીઝના લક્ષણો દેખાવા લાગે છે અને દર્દીનું મૃત્યુ થાય છે. શ્વાન, બિલાડી, અથવા વાનર જેવા પ્રાણીઓ કરડે અથવા પંજો મારીને હુમલો કરે તો વાયરસ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી શકે છે. આ પરિસ્થિતિમાં ઈલાજ કરવામાં ના આવે તો ઈન્ફેક્શન થઈ શકે છે અથવા ફેલાઈ શકે છે.

    શ્વાન, બિલાડી, વાનર, ગાય ભેંસ, ઊંટ, ગધેડા, ઘોડાને કારણે જીવલેણ બિમારી રેબીઝ થવાની સંભાવના રહે છે. આ બિમારી જીવલેણ છે, પરંતુ તેનો સંપૂર્ણપણે ઈલાજ પણ શક્ય છે. આ બિમારીના લક્ષણો દેખાવા લાગે તો તેનો ઈલાજ શક્ય નથી. આ કારણોસર કોઈ પ્રાણી કરડે અથવા હુમલો કરે તેના પછી તાત્કાલિક પ્રાથમિક ઉપચાર કરવો જરૂરી છે.

    અનેક લોકો એવું માને છે કે, પાળતુ પ્રાણીઓને વેક્સીન આપી છે, તેથી પાળતુ પ્રાણી કરડે તો તેનાથી કોઈ જોખમ રહેતું નથી. પરંતુ આ પ્રકારે બિલ્કુલ નથી. પાળતુ પ્રાણી કરડે તો પણ જોખમ રહે છે. આ કારણોસર પાળતુ પ્રાણી કરડે ત્યાર પછી પણ રેબીઝની વેક્સીન લેવી જરૂરી છે.

    પ્રાણી કરડે અથવા હુમલો કરે ત્યારપછી શું કરવું?

    • પ્રાણી કરડે અથવા હુમલો કરે તેના પછી તાત્કાલિક પ્રાથમિક ઉપચાર કરવો જરૂરી છે.
    • પ્રાણી જે જગ્યાએ કરડ્યું હોય અથવા હુમલો કર્યો હોય તે જગ્યા પાણી અને સાબુથી 15 મિનિટ સુધી ધોવો.
    • તાત્કાલિક હોસ્પિટલ અથવા એન્ટી રેબીઝ ક્લિનિક જાવ.
    • ત્યાર પછી ડોકટરના નિર્દેશનમાં તેના માટેની વેક્સીન લેવી.

    પ્રાણી કરડે તો શું સાવધાની રાખવી?

    પ્રાણી જે જગ્યાએ કરડ્યું હોય તે જગ્યાએ ઈન્જેક્શન લેવું જરૂરી છે. અગાઉ રેબીઝ માટે 14 ઈન્જેક્શનનો કોર્સ હતો, હવે માત્ર તેની વેક્સીન લેવાની રહે છે. જે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ વેક્સીન બે પ્રકારે આપવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply