Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ સિમ્સ હોસ્પિટલમાં ગુજરાતનું પ્રથમ લંગ ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ એન્ડ ઈવેલ્યુએશન લાઈફ યુનિટ કરાયું શરૂ

Live TV

X
  • અમદાવાદઃ સિમ્સ હોસ્પિટલમાં ગુજરાતનું પ્રથમ લંગ ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ એન્ડ ઈવેલ્યુએશન લાઈફ યુનિટ કરાયું શરૂ

    અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ગુજરાતનું પ્રથમ લંગ ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ એન્ડ ઈવેલ્યુએશન લાઈફ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓ ફેફસામાં ઊભી થતી સમસ્યાઓની તપાસ ટોકન દરથી કરાવી શકશે અને ભવિષ્યમાં ઉભી થનારી ફેફસાની ગંભીર બિમારીઓથી બચી શકશે. હોસ્પિટલના ડોક્ટર ધીરેન શાહે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ધુમ્રપાન અને દારૂ જેવા નશાના કારણે ફેફસામાં વિકૃતિઓ પેદા થાય છે, સાથે સાથે ક્લાયમેટચેન્જ, શહેરીકરણ અને વધતું જતું હવાનું પ્રદૂષણ પણ ફેફસાની બીમારીઓ માટે એટલું જ જવાબદાર છે. ગંભીર શ્વસનના રોગો એટલે કે ફેફસાની બીમારી એ વિશ્વભરમાં અને ભારત જેવા દેશમાં દર્દીઓના મૃત્યુનું ત્રીજુ મુખ્ય કારણ છે. અને ફેફસાંની સ્વસ્થતા ઘટતા ફેફસામાં E.S.L.D. ડીસિઝ થવાનું જોખમ વધી જાય છે. તેવા સમયે ફેફસાના જતનની જાગૃતિ અને નિયમિત તપાસ દ્વારા સ્વસ્થ રહી શકાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply