Skip to main content
Settings Settings for Dark

અલ્ઝાઈમર રોગ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદેશ્યથી ઉજવવામાં આવે છે

Live TV

X
  • વિશ્વ અલ્ઝાઈમર દિવસની સાથે 21 સપ્ટેમ્બરે વિશ્વ શાંતિ દિવસ અને વિશ્વ કૃતજ્ઞતા દિવસ પણ ઉજવવામાં આવે છે

    વિશ્વ અલ્ઝાઈમર દિવસ દર વર્ષે 21 સપ્ટેમ્બરે ઉજવાય છે. આ દિવસ અલ્ઝાઈમર રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવાય છે. વર્ષ 2016 માં વિશ્વ અલ્ઝાઈમર ડે અભિયાનની થીમ હતી- “મને યાદ રાખો”. આ દિવસનો હેતુ માત્ર વિશ્વભરના લોકોને આ બીમારીના લક્ષણો શોધવા માટે પ્રોત્સાહિત કરવાનો નથી, પરંતુ ડિમેન્શિયાથી પીડિત દર્દીઓ અથવા આ રોગને કારણે મૃત્યુ પામેલા દર્દીઓને ભૂલી ન જાય તે પણ છે.
     

    અલ્ઝાઇમરના લક્ષણો  (Alzheimer Symptoms)

    યાદશક્તિમાં ઘટાડોએ અલ્ઝાઇમરનું સૌથી મુખ્ય લક્ષણ છે. તાજેતરની જ ઘટનાઓને યાદ રાખવામાં અસમર્થ હોવું તે આ રોગના શરૂઆતી લક્ષણો છે. જેમ-જેમ રોગ વધે છે યાદ ન રાખી શકવાની સમસ્યા વધતી જાય છે.
    અલ્ઝાઇમર એક માનસિક સ્થિતિ છે, જે ધીમે-ધીમે યાદશક્તિ અને કુશળતાને અસર કરે છે, સાથે જ સૌથી સામાન્ય કાર્યો કરવાની ક્ષમતાને પણ પ્રભાવિત કરે છે.

    કેટલાક સામાન્ય લક્ષણો

    યાદ ના રહેવું: સ્મૃતિભ્રંશ થાય. વસ્તુઓ ગમે ત્યાં મૂકી દેવી, અને પગલાં પાછા કરી, શોધવાની ક્ષમતા ના હોવી.
    નાણાંના વ્યવહારમાં અક્ષમતા: બીલના સરવાળા, તથા નાની રકમોના હિસાબ માંડવામાં મુશ્કેલી
    સમય ની સમજ ના હોઈ: બહાર જઈને તરતજ, ચાલો, ઘણું બેઠા કહી, ઘરે જવા માંડવું.
    ભોજન વિષે ભૂલી જવું: ભોજન કર્યું છે તે યાદ રહે નહી. શું ખાધુ તે યાદ ના હોઈ.
    નાના કામ પણ કરી ના શકવા. ઘરમાં વસ્તુઓ ઠેકાણે મુકવી નહી, સરળભોજન બનાવવામાં, સરખી રીતે જમવામાં તકલીફ
    સ્થળો ભૂલી જવા: પરિચિત સ્થાનો અને રસ્તાઓ ઓળખાય નહી.  આના કારણે વ્યક્તી ઘણી વાર ખોવાય જાય છે.
    લોકોના નામ ભૂલવા: પાછળના તબક્કામાં પોતાના બાળકો, ભાઈ બહેન અથવા પત્ની અને કુટુંબના સભ્યોના નામ પણ ભૂલી શકાય શકે.
    વ્યક્તિગત સ્વચ્છતા: નાહવાનું ભૂલી જવું, અથવા ટાળવું. બાથરૂમ બરાબર જવામાં અક્ષમતા.
    કોઈને મળવું નહી: વાતના કરવી અને ચુપ રહેવું: સામાજિક પ્રવૃત્તિઓ પીછેહઠ.
    વાર્તાલાપ કરી ના શકવો: વાત કરી બીજાને ને પોતાની જરૂરિયાતો સમઝવવામાં અસમર્થ, પોતાને થતા દુખાવા તથા તકલીફ પણ કહી ના શકે.
    મનોભાવમાં (મૂડ) ફેરફારો: ઠોસ કારણ વગર ગુસ્સો કરવો, રડવું આવે અથવા ઉદાસ થવું.
    પુનરાવર્તન: એક નો એકજ પ્રશ્ન અથવા વાતનું પુનરાવર્તન વારંવાર કરવુ. ચાલયા કરવું, અને એક ની એક વસ્તુ કર્યા કરવી.

    વર્તણૂંક લક્ષણો માટે બે મુખ્ય પ્રકારની સારવાર છે:

    દવા વગરના પગલાં - આચરણ લક્ષી પદ્ધતિ
    પ્રિસ્ક્રિપ્શન દવાઓ

    દવા વગરના પગલાનો હંમેશા સૌ પ્રથમ પ્રયત્ન કરવો જોઇએ. તેમાં સફળતા મેળવવા માટે સામાન્ય રીતે નીચે પ્રમાણે ના નિયમ મદદરૂપ થાય છે.

    શાંત વાતાવરણ બનાવવું
    વર્તન કયા કારણથી થાય છે તે ઓળખવું અને પર્યાવરણ અનુકૂળ બને તેવા ફેરફાર કરવાનો પ્રયાસ કરવો
    વ્યક્તિનો કોઈ દ્વેષભાવ નથી અથવા મુશ્કેલી ઊભી કરવાનો ઇરાદો નથી તે સમજવું
    વ્યક્તિને ભૂખ, તરસ, લાગી નથી, મૂત્રાશય ભરાઈ ગયું નથી, અથવા કબજિયાત નથી તે તપાસવું.
    ઘરમાં તાપમાન આરામદાયક રાખવું,, વધારે પડતો આંખ અંજાઈ જાય તેવો પ્રકાશ રાખવો નહી, અને ટેલીવિઝનના અથવા અન્ય મોટા અવાજનું નિયંત્રણ કરવું.
    કસરત કરવા માટેની તક આપવી
    દલીલ અથવા વાદ વિવાદ કરવાના બદલે વ્યક્તિનું ધ્યાન બીજી દિશામાં દોરવું
    વાતાવરણ, કામકાજ અને દિનચર્યા સરળ બનાવવા
    કાર્યો વચ્ચે પર્યાપ્ત આરામ માટેનો સમય ફાળવવો
    વ્યક્તિને ને યાદ અપાવવા માટે વસ્તુઓ ઉપર લેબલ મારી મૂંઝવણ ઘટાડવી
    દરવાજાને બરાબર તાળા મારી સલામતી વધારવી
    આગનું જોખમ ઘટાડવા ધુમાડાના સૂચન કરનાર ફાયર અલાર્મ્સ લગાડવા અને ચુલા સગડી પાસે વ્યક્તિ નું ખાસ ધ્યાન રાખવું
    રાત્રિના સમયે થોડા પ્રકાશનો ઉપયોગ કરી મૂંઝવણ અને બેચેની ઘટાડવી

    આજે વિશ્વ શાંત દિવસ અને વિશ્વ કૃતજ્ઞતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

    વિશ્વ કૃતજ્ઞતા દિવસ ( World Gratitude Day)

    દર વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. આ દિવસ આપણને તે બધા લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપે છે જેમણે આપણા જીવનને સુંદર બનાવવામાં યોગદાન આપ્યું છે. વિશ્વ કૃતજ્ઞતા દિવસ વ્યક્તિગત અને સંસ્થાકીય રીતે ઉજવી શકાય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના કામની પ્રશંસા થાય. આવી સ્થિતિમાં વિશ્વ કૃતજ્ઞતા દિવસથી વધુ સારો દિવસ ન હોઈ શકે.

    વિશ્વ શાંતિ દિવસ (international peace day)

    વિશ્વ શાંતિ દિવસ અથવા ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ દર વર્ષે ’21 સપ્ટેમ્બર’ના રોજ ઉજવાય છે. આ દિવસને તમામ દેશો અને લોકોમાં સ્વતંત્રતા, શાંતિ અને ખુશીનો આદર્શ માનવામાં આવે છે. ‘વિશ્વ શાંતિ દિવસ’ મુખ્યત્વે સમગ્ર પૃથ્વી પર શાંતિ અને અહિંસા સ્થાપિત કરવા માટે ઉજવાય છે. દરેક વ્યક્તિને શાંતિ ગમે છે. તેની શોધમાં માણસ પોતાના જીવનના મોટાભાગનો બલિદાન આપે છે. પરંતુ તે ખૂબ જ નિરાશાજનક છે કે આજે માણસ દિવસેને દિવસે આ શાંતિથી દૂર જઈ રહ્યો છે. આજે ચારે તરફ ફેલાયેલા બજારવાદે શાંતિને વ્યક્તિથી પણ દૂર લઈ લીધી છે. પૃથ્વી, આકાશ અને સાગર બધાં વ્યગ્ર છે. સ્વાર્થ અને દ્વેષે માનવ સમાજને વિખેરી નાખ્યો છે. દરેક યુગમાં ‘વિશ્વ શાંતિ’નો સંદેશ આપવામાં આવ્યો છે, પરંતુ તેનો અમલ કરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply