યોગ અને ધ્યાન અલ્ઝાઈમર રોગ સામે લડવા માટે ફાયદાકારક : AIIMS
Live TV
-
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના ડો. રીમા દાદા અને ડો. મંજરી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે સંસ્થાના અભ્યાસો દર્શાવે છે કે યોગ અને ધ્યાન મગજની ન્યુરોપ્લાસ્ટીસીટીમાં વધારો કરે છે અને યાદશક્તિ ગુમાવવાના રોગની સારવારમાં મદદ કરે છે.
ડૉ.દાદાએ જણાવ્યું કે યોગ અને ધ્યાન મેલાટોનિન જેવા ઉપયોગી રસાયણોના સ્ત્રાવમાં મદદ કરે છે, જે સારી ઊંઘને પ્રોત્સાહન આપે છે. જ્યારે સારા આહાર અને સ્વસ્થ જીવનશૈલી સાથે જોડવામાં આવે ત્યારે તે જૈવિક વય, તણાવ અને બળતરા ઘટાડવામાં પણ મદદ કરે છે. યોગ અને ધ્યાનમાં આસન, પ્રાણાયામ અને સૂર્યનમસ્કારનો સમાવેશ થાય છે. તેઓએ કહ્યું, દરેક દર્દી માટે એક અલગ દિનચર્યા હોવી જોઈએ અને દર્દીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. ડો. ત્રિપાઠીએ વહેલાસર નિદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો.
45 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિમાં હળવા લક્ષણો દેખાય તેને કાયમી નુકસાન અટકાવવા માટે પોતાનું પરીક્ષણ કરાવવું જોઈએ. વર્તન, વ્યક્તિત્વ અને સામાજિક સમજશક્તિમાં ક્રમશઃ ફેરફાર દ્વારા અલ્ઝાઈમરને શોધી શકાય છે. સારવાર ન કરાયેલ ડિપ્રેશન પણ ડિમેન્શિયા તરફ દોરી શકે છે. દર્દીઓએ રક્ત પરીક્ષણ જેવા બેઝલાઈન ટેસ્ટ માટે સમયાંતરે રૂબરૂ મુલાકાત લેવી જોઈએ.