મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના કેન્સર દર્દીઓ માટે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરાયું
Live TV
-
મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કેન્સરના દર્દીઓના નિદાન માટે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પમાં દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવ્યું હતું.
મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરીમાં મુંબઈના જાણીતા કૅન્સર નિષ્ણાત ડૉ. વિક્રમ સંઘવી કેન્સરના દર્દીઓની તપાસ કરે છે.