આજે વિશ્વ આરોગ્ય દિવસ, શહેરમાં તબીબ-દર્દીના સંબંધો પર સેમિનારનું આયોજન
Live TV
-
સાતમી એપ્રિલ સમગ્ર વિશ્વમાં વિશ્વ આરોગ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. લોકો પોતાની શારીરિક તંદુરસ્તી પ્રત્યે જાગૃત થાય તે માટે, અમદાવાદમાં એ.એમ.એ. માં તબીબ અને દર્દી ના સંબંધો ઉપર પરિસંવાદનું આયોજન થયું હતું. જેમાં જાણીતા ડોક્ટર ચિંતન પટેલ, ડોક્ટર વિસ્મિત જોષીપુરા અને લેખક જય વસાવડાએ તબીબ અને દર્દીના સંબંધો ઉપર વાત કરી હતી.
પરિસંવાદમાં તબીબો ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં દર્દી જ્યારે ડોક્ટર પાસે પોતાની સમસ્યા લઈને જાય છે ત્યારે કેવી રીતે તેને સાંભળવો અને ઉત્તમ સારવાર દ્વારા તેને તંદુરસ્ત જીવન આપવુ તે વિશે વાત કરવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતા તબીબ અને ક્રિટીક્લ કેર એન્ડ પલ્મોનસ ડોક્ટર તેજસ પાદોડરા એ જણાવ્યું હતું કે, આધુનિક જીવન શૈલીમાં બદલાવ કરીને, તેમજ શારીરિક તપાસ કરાવતા રહેવું જેથી કોઈ ગંભીર બીમારી આવે તે પહેલાં તેની જાણ થાય.
નવસારી ખાતે ઉજવણી
આજે વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે નવસારી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. લોકોમાં આરોગ્ય લક્ષી બાબતો અંગે જાગૃતિ લાવવા વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, જિલ્લાના રૂમલા ગામે 0 થી 3 વર્ષના નાના બાળકો તેમજ 3 વર્ષથી મોટી વયના દર્દીઓ માટે સિકલસેલ સ્ક્રીનિંગ પ્રોગ્રામ હેઠળ રૂમલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક માત્ર અલાયદું સિકલસેલ યુનિટ બનાવવામાં આવ્યું છે.