આજે વિશ્વ મલેરિયા દિવસ
Live TV
-
આજે વિશ્વ મલેરિયા દિવસ છે. પાણી ભેગું થવા પર અને તેમાં મચ્છર ઉત્પન્ન થવાથી મલેરિયા થવાની સંભાવના વધારે હોય છે આવો જાણીએ મલેરિયાથી બચવા માટે શું-શું કરવું જોઇએ. મલેરિયા પેટાસાઇટથી થનાર રોગ છે. જેનું સંક્રમણ સંક્રમિત એનાફિલીસ માદા મચ્છરથી વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે. મચ્છર કાટવાના 10-15 દિવસની અવધિમાં વ્યક્તિની અંદર મલેરિયાના લક્ષણ જોવા મળે છે.
બાળકોમાં મલેરિયા ગંભીર થવાથી બીજા અન્ય લક્ષણો પણ જોવા મળે છે. બાળકોને વધારે એનિમિયા થઇ શકે છે, શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે, જો મલેરિયા વધારે થાયતો વ્યક્તિની સ્થિતિ ગંભીર બની જાય છે. અને તેના અન્ય અંગો કાર્ય કરવાનું બંધ કરી શકે છે.
મલેરિયાની જલ્દી ઓળખ અને યોગ્ય સારવાર આવશ્યક છે. જેથી ગંભીરતીને વધતી રોકી શકાય છે. મલેરિયાના બચાવ માટે જરૂરી છે કે સાવધાની રાખવામાં આવે અને મચ્છરોને ઉત્પન થતા અટકાવવામાં આવે