મોરબી - ધોરણ 12ના સુધીના બાળકોના આરોગ્યની વિનામૂલ્ય ચકાસણીનો કાર્યક્રમ
Live TV
-
રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ડોક્ટર્સની ટીમે 10 વર્ષ ની માસૂમ બાળકી ધ્રુવી ના હદય નુ સફળતા પૂર્વક ઓપરેશન હાથ ધરીને તેને નવ જીવન બક્ષ્યું
ગુજરાતમાં, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ , વિનામૂલ્યે ,ધોરણ 12 સુધી અભ્યાસ કરતા બાળકો ના ,સ્વાસ્થ્ય ની ,ચકાસણી કરવામાં આવે છે. શાળા આરોગ્ય તપાસ દરમિયાન ,ગંભીર રોગો નો ભોગ બનેલા બાળકો ને, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ, વિના મૂલ્યે ,સારવાર મળી રહે છે. આવી જ સાર વાર મેળવી, મોરબી નજીક ,મહેન્દ્રનગર ગામ માં રહેતા ,એક પરિવારે , હેમરાજ ભાઈ ગઢવી ની ,૧૦ વર્ષની દીકરી, ધ્રુવી ગઢવી ને ,હૃદયરોગ ની ,ગંભીર બીમારી હોવાનું ,બહાર આવ્યુ. જેને પગલે ,રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ,ડોક્ટર્સની ટીમે ,10 વર્ષ ની ,માસૂમ બાળકી ,ધ્રુવી ના ,હદય નુ ,સફળતા પૂર્વક ઓપરેશન હાથ ધરીને , તેને નવ જીવન બક્ષ્યું છે. તો બીજી તરફ, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યકમની ટીમે ,સરકાર ની, આ યોજના નો લાભ લેવા ,લોકો ને અપીલ કરી હતી.