આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે કોરોના દર્દીઓ માટે શરૂ કરી ઓક્સિજન બેંકની સેવા
Live TV
-
દર્દીઓની મદદ માટે સાંસદે સેવાભાવી ટીમ કરી કાર્યરત , હેલ્પલાઈન પર કોલ કરીને નિઃશુલ્ક મેળવી શકાશે ઓક્સિજનની સેવા
કોરોના મહામારીમાં ઓક્સિજનની અછતને લઈને દર્દીઓ ખૂબ જ તકલીફનો સામનો કરતા હોય છે..ત્યારે આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે નાગરિકો માટે વિનામૂલ્યે ઓક્સિજન બેંક સુવિધા શરૂ કરી છે.જેમાં 12 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન અને 3 બાઈપેપ મશીન લાવી નાગરિકોની ઓક્સિજનની તકલીફને હળવી કરી આપી છે..હવે કોઈ પણ નાગરિકને ઓક્સિજનની જરૂરિયાત હોય તો સાંસદના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલાહેલ્પલાઈન નંબર 9173939297 પર ફોન કરીને ઘરે બેઠા જ આ સુવિધા નિઃશુલ્ક પ્રાપ્ત કરી શકે છે..
સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યુ હતુ કે આણંદમાં ઓક્સિજનની અછત ન વર્તાય અને ઘરે જ ઓક્સિજનની સેવા ઉપલબ્ધ થાય તે માટે નિઃશુલ્ક ઓક્સિજન બેંક સેવાની શરૂઆત કરી છે..મે કુલ 12 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મંગાવ્યા છે.5 લિટર ઓક્સિજનવાળા 7 ઓક્સિજન કોન્સ્ટ્રેટર અને 10 લિટર ઓક્સિજનવાળા 5 ઓક્સિજન કોન્સ્ટ્રેટર લાવવામાં આવ્યા છે..ઘરે રહીને જે કોરોના દર્દીને ઓક્સિજનની જરૂર હોય અથવા એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ જતા દર્દીને પણ ઓક્સિજનની જરૂરિયાત હોય તો આવા તમામ દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા શરૂ કરી દેવામાં આવી છે..જિલ્લાના કોઈ પણ દર્દીના જીવને ઓક્સિજનની અછતના કારણે કોઈ નુકસાન ન થાય તે માટે અમે 24 કલાક હેલ્પલાઈન સેવા અને ટીમ કાર્યરત કરી છે..જેના પર કોલ કરવાથી જ દર્દીને ઓક્સિજનની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવી રહી છે..તેમણે વધુ માં જણાવ્યુ હતુ કે સાંસદ કાર્યાલયથી દર્દીઓ માટે નિઃશુલ્ક ભોજનની સેવા પણ આપવામાં આવી રહી છે..આગામી 19 તારીખે વાસદમાં ઓક્સિજનનો પ્લાન્ટ કાર્યરત થઈ જશે..વાસદ એસવીઆઈટી તરફથી પ્લાન્ટનો ઓર્ડર અને પેમેન્ટ પણ થઈ ગયુ છે..જેથી નજીકના દિવસોમાં ઓક્સિજનની વધુ સુલભ સેવા આણંદવાસીઓને મળવાની છે..
શહેરના પ્રદ્યુમન સિંહ છાસટિયાએ જણાવ્યુ હતુ કે આણંદના સેવાભાવી સાંસદ મિતેષભાઈએ જિલ્લામાં કોરોનાકાળમાં ખૂબ મદદ અને સેવા કરી રહ્યા છે..પહેલા માસ્ક આપ્યા..પછી હોસ્પિટલમાં દર્દીઓને એડમિટ કરવા ,બેડ ઉપલબ્ધ કરાવવા , ઓક્સિજનની વ્યવસ્થા તેમજ ઈન્જેક્શનની વ્યવસ્થા કરાવવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે..કરમસદ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ તેમના સહયોગથી મળ્યો છે.વાસદ હોસ્પિટલમાં પણ એક ઓક્સિજન પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે..અમેરિકાથી બાયપેપ મશીન મંગાવી ઘરે જ દર્દીઓ સારવાર લઈ શકે તે માટે આપી રહ્યા છે..સેવાભાવથી પ્રેરાઈને સાંસદે નાગરિકો માટે જે તત્પરતા બતાવી છે તેનાથી નગરજનોમાં આનંદ અને ભાવનાત્મકતા લાગણીનો અહેસાસ થઈ રહ્યો છે..