વલસાડની હોસ્પિટલોના કોવિડ-૧૯ના સંક્રમિત દર્દીઓ તથા જનતા માટે સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું
Live TV
-
સંગીત થેરાપી દ્વારા ગંભીર પ્રકારના રોગોમાં દર્દીઓની બિમારીમાં ઘણો સુધારો થતો હોવાનું વૈશ્વિક સ્તરે સ્વીકારાયું છે. ત્યારે પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં વલસાડ જિલ્લાની હોસ્પિટલોમાં સારવાર લેતા કોવિડ-૧૯ સંક્રમિત દર્દીઓ તથા સામાન્ય જનતાનું મન પ્રફુલ્લિત રહે અને મનોબળ મજબૂત થાય તે માટેનું એક સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ ઉપક્રમે કોરોના સંક્રમિત દર્દીઓ તથા સામાન્ય જનતાને સંગીત દ્વારા મનોરંજન પૂરું પાડી શકાય તે માટે ફેસબુક પેજના માધ્યમથી સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેના અંતર્ગત ફેસબુક લિંક દ્વારા તા.૧૩/૦૫/ ૨૦૨૧ એટલે આજરોજ સાંજના છ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી લાઇવ સંગીત મનોરંજન કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમને નિહાળવા માટે તમામ કોવિડ સેન્ટરો, હોસ્પિટલો તથા જાહેર જનતાને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા દ્વારા અનુરોધ કરાયો.