આણંદમાં અત્યાર સુધીમાં કોલેરાના કુલ 128 કેસ નોંધાયા
Live TV
-
આણંદમાં કોલેરાએ માથુ ઊંચક્યું છે. ઘણા દિવસથી આણંદ શહેરના આસપાસના 10 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રોગને અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.
આસપાસના ગામોમાં સ્થાનિક પંચાયતોમાં સાથે મળી પાણીના લીકેજ શોધીને રિપેર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની 34 ટીમો બનાવવામાં આવી છે. ઠેર ઠેર ક્લોરિનનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આણંદમાં અત્યાર સુધીમાં કુલ 128 ઝાડા-ઉલટીના કેસ મળી આવ્યા છે. શહેરમાં 7935 ક્લોરિન ટેબલેટ અને 1129 ORS પેકેટનું વિતરણ કરાયું છે.