ભારતમાં દર ત્રીજી વ્યક્તિ ફેટી લિવરથી પીડીત-ડૉ જીતેન્દ્ર સિંહ
Live TV
-
ભારતમાં દર ત્રીજી વ્યક્તિ ફેટી લિવરથી પીડિત છે, જે ટાઇપ-2 ડાયાબિટીસ અને મેટાબોલિક ડિસઓર્ડરની શરૂઆત પહેલાની સ્થિતિ
ભારતમાં દર ત્રીજી વ્યક્તિ ફેટી લિવરથી પીડિત છે, જે ટાઇપ-2 ડાયાબિટીસ અને મેટાબોલિક ડિસઓર્ડરની શરૂઆત પહેલાની સ્થિતિ છે.કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે શુક્રવારે આ માહિતી આપી હતી રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડાયાબિટોલોજિસ્ટ ડૉ. જિતેન્દ્રએ દિલ્હી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર એન્ડ બિલીયરી સાયન્સમાં મેટાબોલિક લિવર રોગોની રોકથામ અને સારવાર માટેના વર્ચ્યુઅલ નોડ, ઇન્ડો ફ્રેન્ચ લિવર એન્ડ મેટાબોલિક ડિસીઝ નેટવર્કના લોન્ચિંગ પ્રસંગે બોલતા જણાવ્યું હતું કે, “નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ એ એક સામાન્ય મેટાબોલિક લિવર ડિસઓર્ડર છે જે પાછળથી સિરોસિસ અને પ્રાથમિક લિવર કેન્સર તરફ આગળ વધી શકે છે.જે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને અન્ય ઘણી બિમારીઓ પહેલાં થાય છે એક એન્ડોક્રિનોલોજિસ્ટ તરીકે, હું ફેટી લિવરના ઇન્સ અને આઉટ અને ડાયાબિટીસ તથા અન્ય મેટાબોલિક ડિસઓર્ડર સાથેના તેના સંબંધને જાણુ છુ
વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે જીવનશૈલીના આહાર અને મેટાબોલિક સિન્ડ્રોમ, મુખ્યત્વે ડાયાબિટીસ અને સ્થૂળતામાં ફેરફારને કારણે ભારતીય ઉપખંડ અને યુરોપ બંનેમાં નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતીય ઉપખંડમાં આ રોગ લગભગ 20 ટકા નોન-મેદસ્વી દર્દીઓમાં જોવા મળે છે, જ્યારે પશ્ચિમમાં નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝના મોટાભાગના કિસ્સાઓ સ્થૂળતા રહેલી છે.મંત્રીએ કહ્યું કે ભારત અને ફ્રાંસ બંનેમાં આલ્કોહોલિક લીવર રોગના ઘણા કેસ છે. ફેટી લીવરના વિવિધ તબક્કા અને ગંભીર, સંપૂર્ણ વિકસિત રોગોમાં તેમની પ્રગતિને શોધવા માટે સરળ, ઓછા ખર્ચે ડાયગ્નોસ્ટિક પરીક્ષણો વિકસાવવાની જરૂર છે
કેન્દ્રીય મંત્રીએ ધ્યાન દોર્યું કે નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ અને આલ્કોહોલિક લિવર ડિસીઝ બંને સ્ટીટોસિસથી સ્ટીટોહેપેટાઇટિસ, સિરોસિસ અને એચસીસી સુધી સમાન પ્રગતિ દર્શાવે છે. તેમણે ઉમેર્યુ કે ભારત માત્ર ઉપચારાત્મક આરોગ્યસંભાળમાં જ નહીં, પરંતુ નિવારક આરોગ્યસંભાળમાં પણ વૈશ્વિક નેતા બની ગયું છે, જે છેલ્લા દાયકામાં ભારતે કરેલી પ્રગતિને દર્શાવે છે.'