સેલ્બી હોસ્પિટલમાં Scrin Con 2024 સેમીનારનુ આયોજન
Live TV
-
સેલ્બી હોસ્પિટલ અમદાવાદ દ્વારા કેન્સરના દર્દીઓમાં જાગૃતિ લાવવાના ઉદેશથી Scrin con 2024ના સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં કેન્સર સામેની લડાઈમાં નવા સંશોધન, સારવાર અને સહયોગી સંસ્થાઓના પ્રયાસોને, સાથે રાખીને દર્દીઓને ઉત્તમ સેવાઓ આપવાના, આશયથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓમાં જોવા મળતા બ્રેસ્ટ કેન્સર, યુવાનોમાં જોવા મળતા મોઢા અને ગળાના કેન્સર વગેરે પ્રકારના કેન્સરની જો વહેલાસર તપાસ કરવામાં આવે તો તેમનુ સારવાર થઈ શકે છે. અને કેન્સર સંપૂર્ણ મટી શકે છે.
સેમિનારમાં કેન્સરની સમજને, આગળ વધારવા અને આ રોગથી પ્રભાવિત લોકો માટે ઉજવળ ભવિષ્ય તરફ કામ કરતી સંસ્થાઓ તબીબો અને સહાયક ટીમો દ્વારા સહિયારા પ્રયાસો કરવા પરિવાર મૂકવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ દર્દીઓ માટે સહાનુભૂતિ અને કરુણા સાથે રોગના નિવારણ કરવાનો છે, તથા જાગૃતિ લાવવા અને અત્યાધુનિક સારવાર દર્દીઓ સુધી પહોંચાડવાનો હતો.
બ્રેસ્ટ કેન્સર કન્સલ્ટન્ટ ડોક્ટર અભિષેક જૈને માહિતી આપતા જણાવ્યું હતું. મહિલાઓમાં ઉંમર વધવાની સાથે અને બાળકોને સ્તનપાર ઓછું કરાવવું વગેરે કારણો છે આ માટે 40 વર્ષની ઉંમર પછી દોઢ કે બે વર્ષ દરમિયાન મહિલા હોય એ બ્રેસ્ટની તપાસ કરવી જોઈએ જેથી જો કોઈ લક્ષણો પ્રારંભિક સ્થિતિમાં જોવા મળે તો તે સામાન્ય સારવારથી ઠીક થઈ શકે છે.