આણંદમાં મચ્છરભક્ષી માછલીઓ છોડાઈ
Live TV
-
મેલેરિયા જેવી બિમારી ન સર્જાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગનો પ્રયોગ
આણંદ જિલ્લામાં વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાસ તો ખાડા, ખાબોચિયા અને નાળા સહિત નાના તળાવમાં વરસાદી પાણી ભરાવાના કારણે મચ્છરજન્ય પોરાઓનું ઉત્પતિ સ્થાન વધવા લાગ્યું છે. જેના પરિણામે મેલેરિયા જેવી બિમારી ન સર્જાય તે માટે જિલ્લાના આરોગ્ય વિભાગે ભરાયેલા પાણીમાં મચ્છરોનું ભક્ષણ કરતી માછલીઓ છોડવાનો પ્રયોગ હાથ ધરયો છે. આણંદ જિલ્લામાં મચ્છર ઉત્પત્તિ ધરાવતા કુલ 12 જેટલા સ્થળો પર મચ્છરભક્ષી માછલીઓ છોડવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકાર દ્વારા 2022 સુધીમાં રાજ્યને મેલેરિયા મુક્ત કરવાનું અભિયાન છે. આ માટે મેલેરીયા વિભાગ દ્વારા જિલ્લામાં કુલ ચાર કેન્દ્રો ઉપર મચ્છર પોરા ભક્ષક ગપ્પી માછલીના ઉછેરના ફાર્મ પણ બનાવવામાં આવ્યા છે.