રાજકોટ: ચાર વર્ષની બાળકીને આવ્યો કંઈક અલગ જ તાવ
Live TV
-
બાળકીને આવેલો તાવ સામાન્ય રીતે પશુઓમાં જોવા મળે છે
ગોંડલ તાલુકાના હડમતાળા ગામની ચાર વર્ષની બાળકીને બ્રુસેલોસીસ તાવ થયાનું સામે આવ્યું છે. સામાન્ય પણે પશુઓમાં જોવા મળતો આ તાવના વાવડ જોવા મળતાં આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. ચાર વર્ષની બાળકીને ખાનગી હોસ્પિટલમાં સારવાર મળતાં સ્વસ્થ થઈને ઘેર આવી ચૂકી છે. પરંતુ 2500 ની વસતી ધરાવતા આ ગામમાં આરોગ્યતંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવાની તેમજ પશુઓને રસી આપવાની કામગીરીનો આરંભ થયો હતો. રાજકોટ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે, આ રોગ બેકટેરિયાથી થતો રોગ છે.