બોટાદમાં પોલીસ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું કરાયું આયોજન
Live TV
-
બોટાદ જિલા પોલીસ વિભાગ અને જિલા આરોગ્ય પચાયત વિભાગ દ્વારા પોલીસ અધિકારી કર્મચારી અને પરિવાર મારે હેલ્થ ચેકઅપ નું આયોજન કરવામાં આવ્યું
પોલીસ અધિકારી કે કર્મચારી રાત દિવસ પોતાની ફરજમાં રહેતા હોવાથી પોતાના તેમજ પોતાના પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. ત્યારે આજે બોટાદ જિલ્લા પોલીસ વિભાગ અને જિલ્લા આરોગ્ય પંચાયત વિભાગ દ્વારા પોલીસ અધિકારી, કર્મચારી અને પરિવાર માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને તેમના પરિવારનું ચેકઅપ સ્થળ પર કરવામાં આવ્યું હતું. જેમાં કોઈને નાની મોટી બીમારી જણાય તો તેની સારવાર માટે આગામી દિવસોમાં પગલા લેવામાં આવશે. આ કેમ્પમાં બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનો ખુબ સહયોગ જોવા મળ્યો હતો.
પોલીસ અધિકારી કે કર્મચારી રાત દિવસ પોતાની ફરજમાં રહે છે અને ગમે ત્યારે કોઈ ઘટના બને એટલે તાત્કાલિક જે તે સ્થળે પહોંચવું પડે છે. ત્યારે આ પોલીસ કર્મચારીઓ પોતાનું અને પોતાના પરિવાર ની હેલ્થ નું ધ્યાન રાખી શકતા નથી. ત્યારે આજે બોટાદ જિલા પોલીસ વિભાગ અને જિલા આરોગ્ય પચાયત વિભાગ દ્વારા પોલીસ અધિકારી કર્મચારી અને પરિવાર મારે હેલ્થ ચેકઅપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ કલેકટર સુજીત કુમાર, એસપી હર્ષદ મહેતા દ્બારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરી હતી. આ કેમ્પ પોલીસ અધિકારી, કર્મચારીઓ અને તેમના પરિવારનું ચેકઅપ સ્થળ પર કરવામાં આવ્યું હતું, આ કેમ્પ જો કાઈ કોઈ નાની મોટી બીમારી ધ્યાનમાં આવશે તો તેમની પણ સારવાર માટે આગામી દિવસોમાં પગલા લેવામાં આવશે . આ કેમ્પ માં બોટાદ જિલા પચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનો ખુબ સહયોગ મળ્યો હતો. કેમ્પ લાભ લેવા માટે મોટી સખ્યામાં પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.