આણંદ: અંજલી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર
Live TV
-
આણંદ જિલ્લાના બોરસદ-તારાપુર રોડ ઉપર આવેલી , અંજલી હોસ્પિટલને, કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાઈ છે. 100 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં , 35 બેડ ICUની સુવિધાનો પણ , સમાવેશ થાય છે. જે અનુસંધાને સાંસદ મિતેષ પટેલ , તથા સચિવ સંદીપ કુમાર, કલેકટર સહિત , D.D.O એ આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી , અને કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરાવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું , કે જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા , અને ભવિષ્યમાં ઉભી થતી સ્થિતિને ધ્યાનમાં રાખીને , પૂર્વ આયોજનના ભાગરૂપે , આ વ્યવસ્થા કરાઈ છે