આણંદ જિલ્લામાં 40 સ્થળોએ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ
Live TV
-
10 ઓગષ્ટ સુધી આયુર્વેદિક અમૃતપેય રોગપ્રતિકારક ઉકાળા અને ગળો ઘનવટી ગોળીનું વિતરણ કરાશે
રક્ષાબંધન પર્વ , સ્વાસ્થ્ય રક્ષા ઉત્સવ પ્રસંગે આજે શ્રી દ્વારિકાધીશ બેઠક મંદિર બેઠક મંદિર ખાતે જિલ્લા કલેકટર આર.જી. ગોહિલ અને જિલ્લા પોલીસ અધિક્ષક અજિત રાજ્યાણના હસ્તે આયુર્વેદિક ઉકાળા વિતરણ સાથે સ્વાસ્થ્ય રક્ષા સપ્તાહનો શુભારંભ થયો.જિલ્લાભર મા 40થી વધુ સ્થાનો પર દિનાંક 3 ઓગષ્ટથી 10મી ઓગસ્ટ સુધી સેવાવસ્તુઓમાં આયુર્વેદિક અમૃતપેય રોગપ્રતિકારક ઉકાળા અને ગળો ઘનવટી ગોળીનું વિતરણ કરાશે. આ કાર્યક્રમ પ્રસંગે આણંદમાં સંઘચાલકજી શૈલેષભાઇ ભાવસાર, નડિયાદ વિભાગ સહ કાર્યવાહ સંજયભાઈ પટેલ , આણંદ જિલ્લા કાર્યવાહ પ્રદીપભાઇ ઉપાધ્યાય, તેમજ આણંદ નગર કાર્યવાહ ભાવેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહયા.મા. નગર સંઘચાલકજી અને વિભાગ સહ કાર્યવાહજી દ્વારા પુષ્પગુચ્છથી અધિકારીશ્રીઓ નું સ્વાગત કરાયું... કાર્યક્રમમાં ભીડ ભાડ ના સર્જાય તેમજ ફીઝીકલ ડિસ્ટન્સ નું પાલન થાય તે રીતે સાવચેતીનું વિશેષ ધ્યાન રખાયું હતુ..કાર્યક્રમના અંતે જિલ્લા કલેકટરશ્રી તેમજ એસ.પી. સાહેબે શ્રી દ્વારિકાધીશ બેઠક મંદિર ની મુલાકાત લઇ શ્રી દ્વારિકાધીશ ના દર્શન કરી મંદિરના મહંતજી ના આશીર્વાદ લીધા હતા