આણંદ જિલ્લા પોલીસ હેડ ક્વાટર્સ ખાતે કર્મયોગી કાર્ડ કાઢવા માટે કેમ્પ યોજાયો
Live TV
-
આણંદ જિલ્લાના પોલીસ હેડ ક્વાટર્સ ખાતે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા તમામ ફીક્સ પગારના કર્મચારીઓને કર્મયોગી કાર્ડ કાઢી આપવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આણંદ જિલ્લાના પોલીસ હેડ ક્વાટર્સ ખાતે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા તમામ ફીક્સ પગારના કર્મચારીઓને કર્મયોગી કાર્ડ કાઢી આપવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ફિકસ પગારના કર્મયોગીઓ અને તેમના પરિવાર માટે સંવેદનાપૂર્ણ અભિગમ દર્શાવી પરિવાર દીઠ વાર્ષિક રૂ. ૫ લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. જે ગંભીર બિમારીઓ માંદગી માટે ફિક્સ પગારદાર કર્મીઓને કેશલેસ સારવારનો લાભ મળશે, તેમાં દાઝ્યાની સારવાર, હૃદય, કિડની, અને મગજના રોગો તથા કેન્સર જેવી બિમારીનો સમાવેશ થાય છે.