દાદરા નગર હવેલી ખાતે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રોટાવાઈરસ વેક્સિનનો પ્રારંભ
Live TV
-
કેન્દ્ર સાશિત પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રોટાવાઈરસ વેક્સિનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર ડો.વી.કે.દાસ, મિશન ડાયરેક્ટર ક્રિષ્ના ચૈતન્યના હસ્તે બાળકને રસી આપવી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડો.દાસે જણાવ્યુ હતું કે રોટાવાયરસના કારણે બાળકોને ઝાડ઼ા ઉલ્ટી અને અમુક કિસ્સાઓમાં બાળકોનું મોત પણ થાય છે. આમ આ કરૂણતાને નાથવા સરકાર કટીબદ્ધ છે. માટે સરકાર દ્વારા રોટાવાયરસની સરી મફતમાં આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 32 લાખથી વધુ બાળકો રોટાવાયરસનો શિકાર થાય છે અને તેમાંથી અંદાજીત 78 હજાર બાળકોના મોત થાય છે. માટે ભુલકાઓને રોટાવાયરસ વાઈસરથી સુરક્ષિત કરવા રસી ચોક્કસ અપાવવી જોઈએ.