સરકારનો સંવેદનશીલ અભિગમ, તાત્કાલિક આયુષ્યમાન યોજનાનું કાર્ડ કાઢીને અપાવી વિનામૂલ્યે સારવાર
Live TV
-
આયુષ્યમાન ભારત યોજના- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ રહી છે. જેનું તાજું ઊદાહરણ મહિસાગરમાં જોવા મળ્યુ. ખેતમજુરી કરતા પરિવારના 12 વર્ષીય પુ્ત્રને માર્ગ અકસ્માત નડ્યો હતો અને ઓપરેશનમાં રૂપિયા 30 હજાર સુધીનો ખર્ચ આવે તેવુ હતુ.
આયુષ્યમાન ભારત યોજના- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ રહી છે. જેનું તાજું ઊદાહરણ મહિસાગરમાં જોવા મળ્યુ. ખેતમજુરી કરતા પરિવારના 12 વર્ષીય પુ્ત્રને માર્ગ અકસ્માત નડ્યો હતો અને ઓપરેશનમાં રૂપિયા 30 હજાર સુધીનો ખર્ચ આવે તેવુ હતુ. પરંતુ આર્થિક રીતે આ પરિવાર આ ખર્ચ ભોગવી શકે તેમ ન હોવાથી મહિસાગર કોમન સર્વિસ સેન્ટરની ટીમ લેપટોપ અને બાયોમેટ્રિક સાથે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી. અને હોસ્પીટલમાં જ માર્ગ અકસ્માતમાં ઘાયલ 12 વર્ષના જયેશ ખાંટને આયુષ્યમાન યોજનાનું કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું. જેના લીધે તેનુ ઓપરેશન નિશુલ્ક કરવામા આવ્યુ હતુ. પરિવારના સભ્યોએ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનો અને મહેસાણાની સીએસસી ટીમનો આભાર માન્યો હતો.