અરવલ્લી : રાજસ્થાન અને એમ.પીના દર્દીઓને મળ્યો આયુષ્યમાન અને અમૃતમ યોજનાનો લાભ
Live TV
-
અરવલ્લી જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારની આયુષ્યમાન તેમજ રાજ્ય સરકારની માં અમૃતમ યોજનાનો લાભ લોકો માટે આશિર્વાદરૂપ સાબિત થઇ રહી છે. અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પથરીના બે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તો રાજ્ય સરકારની અમૃતમ યોજના અંતર્ગત જોઇન્ટ રીપ્લેસમેન્ટ, યુરોલોજી, કેન્સર સર્જરી, ફ્રેક્ચર, અને જનરલ સર્જરીના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આ સાથે જ રાજ્ય સરકારની બાલ સખા ત્રણ યોજના અંતર્ગત બે બાળકોની સારવાર કરવામાં આવી રહી છે, મોડાસાની એઇમ્સ હોસ્પિટલમાં બાલ સખા યોજના અંતર્ગત અધૂરા માસે જન્મેલા બે બાળકોની સારવાર ચાલી રહી છે, જેનો ખર્ચ સવા લાખ સુધીનો થતો હોય છે, પરંતુ આ યોજના અંતર્ગત લાભાર્થીઓને નિશુલ્ક સારવાર મળતા પરિવારજનો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 750થી વધારે ઓપરેશન પીએમજય તેમજ મા અમૃતમ યોજના અંતર્ગત કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના દર્દીઓ લાભ લઇ ચૂક્યા છે.