બિન ઉપજાઉ જમીનમાં કરી લીમડાનું વાવેતર, શું છે આ નવા આવકનો સ્ત્રોત ?
Live TV
-
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોધરા ગામના એક મહિલા ખેડૂતે બિન ઉપજાઉ જમીનમાં લીમડાનું વાવેતર કરી તેનું વેચાણ કરીને આવકનો નવો સ્રોત ઉભો કર્યો છે. આ લીમડા ના થડમાંથી પ્લાયવુડ બને છે એક વર્ષમાં મલબારી લીમડો 20 ફૂટ જેટલો લાંબો થાય છે. સામાન્ય લીમડા કતાં આ લીમડો જુદી રીતે ઉગે છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોધરા ગામના એક મહિલા ખેડૂતે બિન ઉપજાઉ જમીનમાં લીમડાનું વાવેતર કરી તેનું વેચાણ કરીને આવકનો નવો સ્રોત ઉભો કર્યો છે. આ લીમડા ના થડમાંથી પ્લાયવુડ બને છે એક વર્ષમાં મલબારી લીમડો 20 ફૂટ જેટલો લાંબો થાય છે. સામાન્ય લીમડા કતાં આ લીમડો જુદી રીતે ઉગે છે. આ લીમડો સીધો જ એક સરખો ઉગે છે. ચારથી પાંચ વર્ષમાં ચાલીસથી પચાસ ફૂટ ઊંચો થાય છે. સરખી લંબાઈમાં વિકાસ થવાથી ઓછી જગ્યામાં વધુ લીમડા રોપી શકાય છે. પાંચથી સાત વર્ષમાં તમામ લીમડા ખેડૂતોને રૂપિયા આઠથી બાર લાખ રૂપિયાની આવક થશે. વિશ્વમાં સૌથી વધુ ઝડપી વૃધ્ધિ પામતા આ વૃક્ષનું વાવેતર અત્યારે ખેડૂતો કરી રહ્યા છે. ગોધરા ગામના મહિલા ખેડૂત કાળીબહેન કાનજીભાઈ પટેલે બે એકર જમીનમાં આઠસો નંગ મિલિયા ડુંબીયા એટલે મલબારી, લીમડાના રોપા રોપ્યા હતા. પાંચથી સાત વર્ષમાં એક વૃક્ષ બે હજાર રૂપિયાની આવક આપે છે. સરકાર દ્વારા તેમને ચોવીસ હજાર રૂપિયાની સબસીડી ત્રણ વખત આપવામાં આવી છે.