સિવિલ હોસ્પિટલમાં 12 વર્ષંની બાળકીનું કોમ્પલેક્ષ બ્લેડર એસ્ટ્રોફીનું સફળ ઓપરેશન
Live TV
-
અમદાવાદ સિવિલ ખાતે પ્રથમ વખત 12 વર્ષની બાળાની આ પ્રકારની સર્જરી સફળતા પુર્વક કરવામાં આવી હતી.
એશિયામાં સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલની યશ કલગીમાં એક કલગી નવી ઉમેરાઈ છે. અમદાવાદ સિવિલ ખાતે બિહારથી આવેલી 12 વર્ષંની બાળકીનું કોમ્પલેક્ષ બ્લેડર એસ્ટ્રોફીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ બાળકીને આ બિમારીથી છેલ્લા ઘણાં વર્ષોથી પીડાતી હતી. મૂળ બિહારની આ બાળકીને બિહારના ડોક્ટરોએ જોધપુર એઇમ્સ ખાતે રીફર કરી હતી. પણ જોધપુર એઈમ્સના ડોકટરોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરી હતી. કારણ કે અહીં સારી સારવાર ઉપરાંત અમદાવાદ સિવિલમાં આ પ્રકારની બીમારીથી પીડાતા 1 થી 5 વર્ષ ના બાળકોના અત્યાર સુધી 125 જેટલા ઓપરેશન કરવામાં આવી ચુક્યાં છે. જો કે નોંધનીય છે. અમદાવાદ સિવિલ ખાતે પ્રથમ વખત 12 વર્ષની બાળાની આ પ્રકારની સર્જરી સફળતા પુર્વક કરવામાં આવી હતી.