અમદાવાદમાં થેલેસેમિયા મેજર યુવતીએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો
Live TV
-
અમદાવાદ શહેરમાં થેલેસેમિયા મેજર યુવતીએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો છે. તબીબી જગતમાં ગુજરાતમાં આવી પ્રથમ ઘટના છે. જ્યારે ભારતમાં અત્યાર સુધીમાં પાંચથી છ કેસ નોંધાયા છે. તંદુરસ્ત બાળકીને જન્મ આપનાર કિંજલ શાહ છે કે તેમને ત્રણ મહિનાની ઉંમરથી જ થેલેસેમિયા મેજર છે.
અમદાવાદ શહેરમાં થેલેસેમિયા મેજર યુવતીએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો છે. તબીબી જગતમાં ગુજરાતમાં આવી પ્રથમ ઘટના છે. જ્યારે ભારતમાં અત્યાર સુધીમાં પાંચથી છ કેસ નોંધાયા છે. તંદુરસ્ત બાળકીને જન્મ આપનાર કિંજલ શાહ છે કે તેમને ત્રણ મહિનાની ઉંમરથી જ થેલેસેમિયા મેજર છે. કિંજલને શરૂઆતમાં મહિને એકવાર બ્લડ ચઢાવવું પડતું હતું. જ્યારે આજે દર પંદર દિવસે બ્લડ ચઢાવવું પડે છે. ડોક્ટર્સ પણ તેનાં આયુષ્ય બાબતે કંઇ કહેવા તૈયાર ન હતા ત્યારે અમદાવાદનાં નવીન લાઠી નામનો યુવક તેમની સાથે લગ્ન કરવા તૈયાર થયો હતો. બંનેના દામ્પત્ય જીવનની હિંમત અને યોગ્ય તબીબી સારવારનાં પરિણામે આજે તેમના ઘરે તંદુરસ્ત થેલેસેમિયા માઇનોર બાળકીનો જન્મ થયો છે. જે તબીબી જગતની એક વિરલ ઘટના ગણાય છે.