વિધાનસભા સત્ર દરમિયાન બાળકોના કુપોષણના આંકડા કરાયા જાહેર જાણો વિગતે
Live TV
-
વિધાનસભા સત્ર દરમિયાન બાળકોના કુપોષણના આંકડા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતાં જેમાં સૌથી કુપોષિત બાળકોના મામલે દાહોદ જીલ્લો પ્રથમ નંબરે આવતા જીલ્લા વહીવટી તંત્ર દોડતું થયું
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જીલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ વિકાસની દોડમાં દાહોદ જીલ્લો આજે પણ પાછળ છે અતી પછાત ગણાતા આ જિલ્લામાં કુપોષણની સમસ્યાએ પણ ખુબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આંગણવાડીથી લઈને એમડીએમ એટલેકે મધ્યાહન ભોજનની યોજના પણ કુપોષણ નામક રાક્ષસને નાથવા માટે આ જિલ્લામાં કાર્યરત છે પરંતુ તંત્રની ઉદાસીનતા કે ઘોર બેદરકારીના કારણે બાળકોમાં કુપોષણને સંપૂર્ણ પણે નાથવામાં આ જિલ્લો આજે પણ પાછળ છે.
વિધાન સભા સત્ર દરમિયાન સરકારે કુપોષિત જિલ્લાઓ તેમજ કુપોષિત બાળકોના આંકડા જાહેર કર્યા હતા. જેમાં સૌથી વધુ કુપોષિત બાળકો દાહોદ જિલ્લામાં આવેલા હોવાનું બહાર આવ્યું હતું. દેખીતી રીતેજ આ આંકડા નવાઈ પમાડે તેવા છે. દાહોદ જિલ્લામાં 4 હજાર ઉપરાંત આંગણવાડીઓ કાર્યરત છે તેમજ 1649 શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કાર્યરત છે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ કુપોષણને નાથવા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે તેમ છતાંય જિલ્લો આજે પણ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે
દાહોદ જીલ્લો પહેલી વાર કુપોષણના મામલે પ્રથમ નથી આવ્યો આ પહેલા પણ દાહોદ જીલ્લો આ મામલે પ્રથમ ક્રમાંકે આવેલો છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે તોજ સરકારના આપેલા કરોડો રૂપિયાનો ખર્ચો માથેના પડે.