આયુષ્યમાન યોજના - દહેગામની મહિલાની બાયપાસ સર્જરી વિનામૂલ્યે થઈ
Live TV
-
મધ્યાહન ભોજન બનાવતા શકરીબેનને મળી આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સારવાર
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાદોલમાં રહેતા અને શાળાના બાળકો માટે મધ્યાહન ભોજન બનાવતા શકરીબેને પોતાના ગામમાં આયુષ્માન ભારત માટે યોજાયેલા, કેમ્પમાં ,કાર્ડ કઢાવ્યું હતું. કાર્ડ કઢાવ્યાના ,બે ત્રણ દિવસમાં, હાર્ટએટેક આવતા ,તેમને નજીકના હૉસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમની હાલત ગંભીર જણાતા ,અમદાવાદની હાર્ટ સ્પેશિયાલીસ્ટ હૉસ્પિટલ, યુ.એન. મહેતામાં ટ્રાન્સફર કરાયા હતા. જ્યાં તેમનાં હાર્ટની બાયપાસ સર્જરી કરાઈ હતી. જેના માટે એકથી દોઢ લાખનો ખર્ચ થયો હતો. પરંતુ ,તેમને એક રૂપિયો પણ ચૂકવવો પડ્યો ન હતો. તેમજ હૉસ્પિટલ દ્વારા ,ખાવા પીવાની, દવાની સારી સગવડ અપાઈ હતી. તેમને હોસ્પિટલમાંથી ,રજા અપાઈ ,ત્યારે હૉસ્પિટલ દ્વારા ,ઘરે જવા માટે ,પ્રત્યેક વ્યક્તિ દિઠ ,300 રૂપિયા ભાડું પણ ,ચૂકવાયું હતું