સુરેન્દ્રનગરઃ ગર્ભપરિક્ષણ કરનાર ડૉ. ખેડાવાલાની ધરપકડ
Live TV
-
રાજ્ય અને દેશમાં "બેટી બચાવો " અભિયાનના ભાગરૂપે સરકાર દ્વારા વિવિધ જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે હજી પણ ખાનગી હોસ્પિટલોમાં ગર્ભ પરીક્ષણ જેવા ગુન્હા આચરવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટરની સૂચનાથી જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા ફરિયાદના આધારે ધ્રાંગધ્રામાં આવેલ ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણનો કિસ્સો સામે આવ્યો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા આ હોસ્પિટલમાં તપાસ કરતા માલુમ પડ્યું છે.
તબીબ દ્વારા 22 હજાર રૂપિયામાં ગર્ભમાં રહેલ બાળક દીકરો છે કે દીકરી તેનું પરીક્ષણ કરી આપવામાં આવે છે. આ અંગેની ફરિયાદના આધારે આ પોલીસ દ્વારા રેડ પડાતા ડોક્ટર ખેડાવાલા પકડાયા હતા.