મહિસાગરમાં વર્લ્ડ રેબીસ દિન નિમિત્તે હડકવા વિરોધી અભિયાન
Live TV
-
હડકવાના વિના મુલ્યે રસીકરણ અને જનજાગૃતિ કાર્યક્રમ
ગુજરાત સરકાર દ્વારા મહિસાગર જિલ્લામાં 'વર્લ્ડ રેબીસ દિન' નિમિત્તે હડકવા રોગ વિરોધી અભિયાન અંતર્ગત હડકવા વિરોધી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલતું ડોગના માલિકોને આ અભિયાન દ્વારા હડકવાના વિના મુલ્યે રસીકરણ અને જનજાગૃતિ કાર્યક્રમ દ્વારા 'વેક્સીનેટ ટુ એલીમીનેટ પ્રોગ્રામ' ના માધ્યમથી પાલતુ શ્વાનને હડકવા મુક્ત કરવાનો સરકારનો અભિગમ છે. હડકવાની આ બીમારી પશુઓ ખાસ કરીને ડોગ દ્વારા મનુષ્યમાં ફેલાવાની સંભાવના છે ઉપરાંત આ રોગ પશુઓ ઉપરાંત મનુષ્યમાં પણ જીવલેણ નીવડી શકે છે. જેને અટકાવવાના પ્રયાસ રૂપે સરકારનું આ અભિયાન જીવનરક્ષક અભિગમ છે. આ કેમ્પમાં ૯૧ જેટલા પાલતું શ્વાનને હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લા પશુપાલન અધિકારી, મદદનીશ પશુપાલન અધિકારી, પશુચિકિત્સા અધિકારી, તથા પશુપાલન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.