Skip to main content
Settings Settings for Dark

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીની સઘન સમીક્ષા બેઠક યોજાઈ

Live TV

X
  • આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક: ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં મેલેરિયામાં 22% અને ડેન્ગ્યુમાં 39.6% નો ઘટાડો

    વાહકજન્ય રોગોના અટકાયતી પગલાં સઘન બનાવવાના ભાગરૂપે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓ અને કોર્પોરેશન વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયાની પ્રવર્તમાન સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

    રોગચાળામાં નોંધપાત્ર ઘટાડો:

    વર્ષ 2026માં ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં મેલેરિયાના કેસોમાં 22 ટકા અને ડેન્ગ્યુના કેસોમાં 39.6 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. ડેન્ગ્યુના ઝડપી નિદાન માટે રાજ્યની મેડિકલ કોલેજો સાથે સંલગ્ન 42 હોસ્પિટલોના નિદાન કેન્દ્રો દ્વારા 1.35 લાખથી વધુ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 2099 કેસ પોઝિટિવ આવ્યા છે.

    રાજ્યભરમાં વાહકજન્ય રોગો અટકાવવા માટે ચાલી રહેલી ઘર-ઘર સર્વેલન્સ ઝુંબેશની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) પર તાવ અને ડેન્ગ્યુના નિદાન માટે પૂરતો દવાઓનો જથ્થો અને ટેસ્ટિંગ કિટ્સ ઉપલબ્ધ રાખવા કડક સૂચના અપાઈ છે.

    આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપને તમામ કલેક્ટર, ડીડીઓ (DDO) અને મ્યુનિસિપલ કમિશનરો સાથે બેઠક યોજી શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં મચ્છરોના પ્રજનન સ્થાનો (બ્રીડિંગ સાઇટ્સ)નો નાશ કરવા સઘન ઝુંબેશ ચલાવવા આદેશ કર્યો છે.

    આરોગ્ય મંત્રીએ નાગરિકોને અફવાઓથી ન ગભરાવા અપીલ કરી હતી અને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવી મચ્છરજન્ય રોગો સામે પૂરતી સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
apply