કચ્છ જિલ્લામાં પુનઃ પૂર્વવત કરાઇ રસીકરણની કામગીરી
Live TV
-
દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કચ્છ જિલ્લામાં 3 દિવસ રસીકરણ કાર્યક્રમ બંધ રખાયા બાદ ફરી રસીકરણની કામગીરી પૂર્વવત કરાઇ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 18થી 44 વર્ષ વયજૂથના 4 હજાર લોકોને દરરોજ રસી આપી શકાય તેવું આયોજન કરાયું છે. તો 18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણ માટે 28 હજાર 830 જેટલી રસીના ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે 45 વર્ષથી વધુ વયના લોકો માટે 10 હજાર 670 રસીના ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે. આ સાથે રસીકરણ માટે વધારે સેશન્સ પણ શરૂ કરવામાં આવ્યા છે જે અંતર્ગત ભુજ, ગાંધીધામ, અંજારમાં બે-બે નવા સેશન શરૂ કરવામાં આવ્યા છે જ્યારે માંડવી, ભચાઉ, મુંદ્રા અને નખત્રાણા તાલુકામાં પણ એક- એક નવા સેશન શરૂ કરવામાં આવ્યા છે.