રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના 550 દર્દીમાંથી ફંગસ ઈન્ફેક્શનને લગતા 200 ઓપરેશન થઇ ચૂક્યા
Live TV
-
મ્યુકોરમાઇકોસિસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડકારરૂપ બની રહ્યું છે. રાજકોટ સિવિલમાં હાલ 550 જેટલા દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી અત્યાર સુધીમાં ફંગસ ઈન્ફેક્શનને લગતા 200 જેટલા ઓપરેશન થઇ ચૂક્યા છે. ઓપરેશન બાદ કુલ 60 જેટલાં સેટલ્ડ દર્દીને સમરસ હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ મહામારી વચ્ચે સારા સમાચાર એ પણ છે કે મ્યુકોરમાઇકોસિસમાં પણ હવે ઓપીડી તેમજ ઈન્ડોર કેસ પણ ગત સપ્તાહ કરતાં થોડા ઘટી રહ્યાં છે. આ અંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોના કેસોમાં ઘટાડો થયો છે તેમજ ઓક્સિજન અને વેન્ટિલેટરવાળા બેડ પણ ખાલી થઇ રહ્યાં છે. મ્યુકોરમાઇકોસિસ વિશે વાત કરતા જિલ્લા કલેક્ટરે ઉમેર્યુ કે, મ્યુકોર માઇકોસીસના રોગ માટે સિવિલમાં અલગ વોર્ડની સુવિધા ઉભી કરાઈ છે.તો પોસ્ટ ઓપરેટિવ દર્દીઓને સમરસ હોસ્ટેલમાં સુવિધા આપવામાં આવી છે.