નવસારીના NRI દ્રારા બીલીમોરાના સદ્દભાવના ચેરીટેબલ ટ્રસ્ટને ઓક્સિજનની ભેટ
Live TV
-
વિદેશોમાં વસેલા એન આર આઈ પોતાના વતનનું ઋણ ચૂકવવાનું ભૂલતા નથી. મૂળ નવસારીના અને અમેરિકા,કેનેડા,લંડન અને પેરિસ જઈને વસેલા ભારતીયોએ નવસારીના બીલીમોરા શહેરની સેવાભાવી સંસ્થા સદ્દભાવના ચેરીટેબલ ટ્રસ્ટને ઓક્સિજન પ્લાન્ટ તથા ઓકિસજન કોન્સન્ટ્રેટર આપ્યા છે. રૂ. 50 લાખથી વધુના ખર્ચે ઓક્સિજનની અછતને દૂર કરવા અને હજુ પણ જરુર પડે તે મુજબ વ્યવસ્થા કરવા માટે આગળ આવી રહ્યાં છે. ભલે વતનથી હજારો માઈલ દૂર રહેતા હોય પરંતુ પોતાના માદરે વતનનુ દુઃખ તેમને સતાવી રહ્યું છે અને લોકોની પીડા સમજીને તેઓ પોતાનો માનવીય ધર્મ નિભાવી રહ્યાં છે.