વડોદરા અને ધોરાજીમાં નાગરિકોની વધુ સારી સુવિધા માટે એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ
Live TV
-
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા તેમજ પોરબંદરના સાંસદ રમેશ ધડુકે અને વડોદરામાં પણ સયાજી હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સને નગર સેવામાં અપર્ણ કરાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નાગરિકોને વધુ સારી સુવિધા મળે અને સુવિધાના અભાવે કોઈનો જીવ જોખમમાં ન પડે તે માટે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા તેમજ પોરબંદરના સાંસદ રમેશ ધડુકે એમ્બ્યુલન્સને નગરની સેવામાં અપર્ણ કરી હતી. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આ સુવિધાનું તાજેતરમાં જ લોકાર્પણ કર્યું હતું. પોરબંદરના સાંસદ રમેશ ધડુકે તેમની ગ્રાન્ટમાંથી આ એમ્બ્યુલન્સની સુવિધા માટે રકમ ફાળવી હતી.
આ અંગે મંત્રી જયેશ રદડિયાએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે દર્દીઓ ઝડપથી હોસ્પિટલ સુધી પહોંચી શકે અને યોગ્ય સારવાર મેળવી શકે તે માટે એબ્યુલન્સની સેવા વધુ મહત્વની છે.
આ ઉપરાંત વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા પણ એક એમ્બ્યુલન્સ દાન કરવામાં આવી હતી. આજે યોજાયેલ કાર્યક્રમમાં વડોદરાના મેયર કેયુર રોકડીયા, મ્યુનિસિપલ કમિશ્નર પી. સ્વરૂપ સહિત વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન સહિત વડોદરા મેરેથોનની ટીમના સભ્યોની ઉપસ્થિતિમાં સયાજી હોસ્પિટલ માટે આ એમ્બ્યુલન્સને સોંપવામાં આવી હતી. મેયર અને મ્યુનિસિપલ કમિશનરે વડોદરા મેરેથોનની આ પહેલ ને આવકારી મેરેથોન ટીમની કામગીરીને બીરદાવી હતી.