કેન્દ્રએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ઈન્ફલ્યુએન્ઝા, કોવિડ-19, ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બિમારી જેવા કેસો વિશે જાગ્રત રહેવા જણાવ્યું
Live TV
-
સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દેશમાં કોવિડ-19, ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી સહિતના રોગોના વિકસતા કારણો પર નજીકથી નજર રાખવા જણાવ્યું છે.
એક એડવાઈઝરીમાં, મંત્રાલયે જણાવ્યું હતું કે, કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝા ટ્રાન્સમિશનના મોડ, ઉચ્ચ જોખમવાળી વસ્તી, ક્લિનિકલ ચિહ્નો અને લક્ષણોના સંદર્ભમાં સંખ્યાબંધ સમાનતા ધરાવે છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, ભીડભાડ અને નબળી વેન્ટિલેટેડ સેટિંગ્સને ટાળવા, છીંકતી વખતે અથવા ઉધરસ કરતી વખતે રૂમાલ/ટીશ્યુનો ઉપયોગ, ભીડ અને બંધ સેટિંગ્સમાં માસ્ક પહેરવા, હાથની સ્વચ્છતા જાળવવા અને જાહેર સ્થળોએ થૂંકવાનું ટાળવા સહિત સાધારણ જાહેર આરોગ્યના પગલાંને અનુસરીને આ રોગોને અટકાવી શકાય છે.
મંત્રાલયે આ રોગોના સંક્રમણને મર્યાદિત કરવા માટે શ્વસન અને હાથની સ્વચ્છતાના પાલન અંગે સમુદાયમાં જાગૃતિ લાવવા પર પણ ભાર મૂક્યો હતો.