Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા જીનીવા ખાતે સંબોધશે 76મી વર્લ્ડ હેલ્થ સભા

Live TV

X
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 21 થી 30 મે, 2023 દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડના જીનીવાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ 76મી વિશ્વ આરોગ્ય સભામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સકાર્યક્રમની મુખ્ય પ્રાથમિકતાઓ સાર્વત્રિક આરોગ્ય કવરેજ, જાહેર આરોગ્ય કટોકટી, આરોગ્ય અને સુખાકારી અને વધુ અસરકારક અને કાર્યક્ષમ વિશ્વ આરોગ્ય સંસ્થા છે

    સ્વસ્થ વિશ્વ માટે ભારતની પ્રતિબદ્ધતાને અનુરૂપ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન 'હીલ ઇન ઇન્ડિયા એન્ડ હીલ બાય ઇન્ડિયા' તેમજ 'યુનાઇટેડ ફાઇટ અગેઇન્સ્ટ ટીબી' થીમ પર સંક્ષિપ્ત કાર્યક્રમોમાં મુખ્ય વક્તવ્ય આપશે. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. માંડવિયા મેડિકલ વેલ્યુ ટ્રાવેલ ક્ષેત્રે ભારતના યોગદાન અને વર્ષ 2025 સુધીમાં ભારતમાંથી ક્ષય રોગને નાબૂદ કરવાના ભારતના સંકલ્પનો ઉલ્લેખ કરશે.

    24 મે, 2023 સુધીના તેમના રોકાણ દરમિયાન, ડૉ. માંડવિયા સહભાગી રાષ્ટ્રો વચ્ચે આરોગ્યસંભાળ સંબંધિત સહકાર માટેની તકોને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. આ સિવાય મીડિયા ટોકમાં પણ ભાગ લેશે. આ દ્વિપક્ષીય બેઠકોમાં સિંગાપોર, ફ્રાન્સ, નેધરલેન્ડ, યુએસ, બાંગ્લાદેશ, આર્જેન્ટિના, બ્રાઝિલ, કતાર અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ ઉપરાંત બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિઓ સાથે બહુપક્ષીય બેઠક પણ નિર્ધારિત છે.

    સભાના મુખ્ય કાર્યસૂચિમાં સાર્વત્રિક આરોગ્ય કવરેજ, જાહેર આરોગ્ય કટોકટી, આરોગ્ય અને સુખાકારી અને વધુ અસરકારક અને કાર્યક્ષમ વિશ્વ આરોગ્ય સંસ્થાના મુદ્દાઓ પર ચર્ચાઓ અને વિચાર-વિમર્શનો સમાવેશ થાય છે. તે વૈશ્વિક આરોગ્ય માળખાના નિર્માણ માટે વૈશ્વિક સહયોગ અને ભાગીદારીના મહત્વ પર પણ ભાર મૂકે છે અને મૂલ્ય-આધારિત આરોગ્યસંભાળ દ્વારા સાર્વત્રિક આરોગ્ય કવરેજ પ્રાપ્ત કરવા માટે સામૂહિક રીતે પ્રયત્ન કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply