Skip to main content
Settings Settings for Dark

‘યોગોત્સવ-2023’ અને 'હર ઘર ધ્યાન-ઘર ઘર યોગ'નું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • વિશ્વના ખૂણે-ખૂણે આજે યોગ અને યોગાભ્યાસ લોકપ્રિય બની વાયુવેગે પ્રચલિત થઇ રહ્યો છે, અને સમગ્ર વિશ્વને આ યોગની ભેટ આપણા ભારત દેશે આપી છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાનો અમૂલ્ય ભાગ છે. ભારતીય યોગ પ્રણાલી અને તેના લાભ અંગે વૈશ્વિક સ્તરે લોક જાગૃતતા લાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014 માં સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે સવિસ્તૃત ચર્ચા કરી, અને ઉત્તરી ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ 21મી જૂન હોવાથી આ દિવસને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવા માટે સૂચન કર્યું હતું. જેમાં વિશ્વના મોટાભાગના દેશોએ સહમતી દર્શાવીને વર્ષ 2015 થી દરવર્ષે 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

    દરેક ક્ષેત્રે આગવા અભિગમ સાથેની નવતર પહેલ સાથે ગુજરાત હરહંમેશથી અન્ય રાજ્યોને પ્રેરણા આપી છે. યોગને પ્રોત્સાહન આપી ગામો-ગામ સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકારે વર્ષ 2019માં દેશના સૌપ્રથમ યોગ બોર્ડની સ્થાપના કરી હતી. આગામી 21મી જૂનના રોજ ગુજરાતમાં સુરત ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થશે. પરંતુ, આ ઉજવણીના છ મહિના અગાઉથી જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને પ્રોત્સાહિત કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી સમગ્ર રાજ્યના માહોલને યોગમય બનાવવામાં આવ્યો છે.

    ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતર રાષ્ટ્રીય યોગ દિવસના 6 મહિના અગાઉથી યોગને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતા સમગ્ર રાજ્ય યોગમય બન્યું છે. યોગ દિવસના 100 દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે ‘યોગોત્સવ-2023’  અને “હર ઘર ધ્યાન - ઘર ઘર યોગ"નું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી યુવાનો માટે જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં 5 હજારથી વધુ યુવાઓએ ભાગ લીધો હતો. આ યોગ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ યોગાભ્યાસથી આકર્ષણ જમાવનાર 6 વિજેતાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત પણ કરાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply