કેન્દ્ર સરકારની ઘર વિહોણા અને નિરાધાર લોકોને કોવિડ રસીકરણમાં પ્રાથમિકતા આપવા સલાહ
Live TV
-
કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દેશવ્યાપી કોવિડ રસીકરણ કાર્યક્રમ હેઠળ ઘર વિહોણા અને નિરાધાર લોકોને પ્રાથમિકતાના ધોરણે રસી આપવાની સલાહ આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના પત્રમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આરોગ્ય વિભાગને નિરાધાર અને ઘર વિહોણા લોકોને રસી આપવા માટે સંયુક્ત પ્રયાસો હાથ ધરવા નિર્દેશ આપે.