Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર જિલ્લાના 25 ગામોમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ

Live TV

X
  • કોરોના સામેના પ્રતિકારને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જ્યાં ગુજરાત રાજ્યમાં પણ વિભિન્ન જિલ્લાઓ અને સ્થળો પર રસીકરણની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.

    આ કામગીરીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના 25 ગામોમાં 100% રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે હવે પૂર્ણ થઈ છે. સુરેન્દ્રનગર  જીલ્લાના કુલ 25 ગામોમાં ગઇકાલ સુધીમાં 18 થી મોટી ઉંમરના બધા જ લાભાર્થીઓને કોવિડ વિરોધી રસી હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર એ.કે.ઔરંગાબાદકર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ આરોગ્ય કેન્દ્ર ઉપર રસીકરણ કામગીરી શરૂ કરાઇ છે.

X
apply