કોડીનારના મૂળદ્રારકા બંદરે રાત્રી સભા યોજી 200 જેટલા માછીમારોને અપાઇ કોરોનાની રસી
Live TV
-
કોડીનાર તાલુકાનાં મૂળદ્વારકા બંદરે ગીર સોમનાથ કલેકટર, ડીડીઓ અને આરોગ્ય વિભાગ દ્વારા રાત્રી સભા યોજી માછીમાર સમાજને કોવિડ વેકસીનની ઉપયોગીતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. જે બાદ 200 જેટલા માછીમારોએ કોરોનાની વેકસીન લીધી હતી. હાલમાં ચોમાસાની સિઝનમાં આ માછીમારો પોતાના ગામમાં હોવાથી તેમને સમજાવીને કોવિડની રસી આપવામાં આરોગ્ય વિભાગને મોટી સફળતા મળી હતી. આ રાત્રી સભામાં માછીમાર સમાજના અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. કલેકટર, ડીડીઓ અને આરોગ્ય વિભાગનાં ડોક્ટરો દ્વારા કોવિડ-19 શુ છે ? અને તેની સામે રક્ષણ મેળવવા હાલ તો માત્ર વેકસીનેશન એ એક સચોટ ઉપાય છે તે અંગે સમજ આપવામાં આવી હતી.