રાજયમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા, તો 20 દર્દીને સારવાર બાદ રજા અપાઇ
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 20 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 20 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 98.76 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 8,15,556 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
જેમાં કોરોનાના કેસની વાત કરવામાં આવે તો, આજે રાજયમાં સૌથી વધુ કેસ સુરત શહેરમાં 5, ભાવનગરમાં 5, અમદાવાદમાં 2, નવસારીમાં 2, વડોદરામાં 3, વલસાડમાં 2, જામનગરમાં એક કેસ નોંધાયો છે.
રાજયમાં આજે કુલ 6,35,197 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. તો અત્યાર સુધીમાં રાજયમાં કુસ 5,79,90,925 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.