કોરોનાની રસીના સફળ અભિયાનના પરિણામે ગુજરાત આજે કોરોના સામે સુરક્ષિત - આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
Live TV
-
- રાજ્યમાં 8 મહિનામાં પ્રિ-કોશન ડોઝ માટે કોવેક્સિનના 41 લાખ ડોઝની માંગણી સામે કેન્દ્રમાંથી 51.73 લાખ ડોઝ ઉપલબ્ધ કરાયા
- કોરોનાની રસીના સફળ અભિયાનના પરિણામે ગુજરાત આજે કોરોના સામે સુરક્ષિત
- રાજ્યમાં હાલ કોવિશિલ્ડ અને કોવેક્સિનના કુલ 25,000 ડોઝ કોલ્ડ સ્ટોરેજમા સુરક્ષિત
ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પૂછાયેલ કોવેક્સિનના પ્રશ્ન સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 8 મહિનામાં પ્રિ-કોશન ડોઝ માટે કોવેક્સિનના 41 લાખ ડોઝની માંગણી સામે કેન્દ્ર સરકાર દ્વારા 51.73 લાખ ડોઝ ગુજરાતમાં ઉપલબ્ધ કરાયા છે. રાજ્યમાં હાલ કોવિશિલ્ડ અને કોવેક્સિનના મળીને કુલ 25,000 ડોઝ કોલ્ડ સ્ટોરેજ મા સુરક્ષિત છે જેને 31-03-2021 સુધીમાં સફળ રસીકરણ દ્વારા લોકોને ઉપલબ્ધ કરાવીને કોરોના સામે સુરક્ષિત કરવામાં આવશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની રસીના સફળ રસીકરણ અભિયાનના પરિણામે જ આજે આપણું રાજ્ય કોરોના સામે સુરક્ષિત છે. વધુમાં જણાવતા કહ્યું હતું કે, વિશ્વના અન્ય દેશોમાં કોરોનાની ત્રીજી લહેર સામે ઝઝુમી રહ્યા હતા ત્યારે ભારત દેશ અને ગુજરાતમાં થયેલ સફળ રસીકરણના પરિણામે જ આપણે સુરક્ષિત રહી શક્યા છીએ. વધુમાં મંત્રીએ કહ્યું કે, તા. 26.02.2023 ની સ્થિતિએ ગુજરાત રાજ્યને કુલ 9,45,95,400 ડોઝ કોવિશિલ્ડ, 1,86,16,370 ડોઝ કોવેકસીન અને 43,21,500 ડોઝ કોર્બેવેક્શ મળીને કુલ 11,75,33,270 ડોઝ કોવિડ-19 રસીના મળ્યા છે. જેનુ સફળ રસીકરણ રાજ્યમાં થયું છે..