દેશભરમાં H3N2 વાયરસ ફેલાતા તાવ-શરદી-ઉધરસનો વાયરો
Live TV
-
દેશમાં વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા છે. અનેક રાજ્યોમાં ઈન્ફ્લુએન્ઝા વાયરસના ટાઈપ-એના સબ વેરિઅન્ટ એચ૩એન૨નો વ્યાપ વધતા તાવ-શરદી-ઉધરસ-કફ-ગળું બળવા સહિતના લક્ષણો સાથે સેંકડો દર્દીઓ હોસ્પિટલોમાં એડમીટ થઈ રહ્યાં છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશને લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે અને માસ્ક પહેરવાની ભલામણ પણ કરી છે.
એઇમ્સના પૂર્વ ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ દેશમાં ફેલાઈ રહેલા H3N2 ઇન્ફલ્યુએન્ઝાથી લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે એ કોરોનાની જેમ જ ફેલાય છે. એનાથી બચવા માટે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર હાથ ધોતા રહો. વૃદ્ધો અને પહેલેથી જ કોઈ બીમારીથી પરેશાન લોકોને એનાથી વધુ મુશ્કેલીઓ થઈ શકે
છેલ્લા બે મહિનામાં રાજધાની દિલ્હી સહિત દેશના અનેક ભાગોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારી બાદ ફ્લૂના વધતા કેસોથી લોકોમાં ભય છે, કારણ કે એના દર્દીઓમાં કોરોનો જેવાં જ લક્ષણો જોવા મળ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં એવા અનેક દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા છે, જે 10-20 દિવસથી ભારે તાવ અને ઉધરસથી પરેશાન છે.
ICMRના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા બે-ત્રણ મહિનાથી ઈન્ફલ્યુએન્ઝા વાઇરસ H3N2નો સબ-સ્ટ્રેન ફેલાઈ રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં સંક્રમિત લોકોમાં આ સ્ટ્રેનનાં લક્ષણો મળ્યાં. એક્સપર્ટેસ કહે છે કે અન્ય સબ-સ્ટ્રેન કરતાં આ વેરિયન્ટને કારણે લોકો વધુ હોસ્પિટલમાં દાખલ થાય છે.