કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટરે યોજી સમીક્ષા બેઠક
Live TV
-
જિલ્લા કલેક્ટરે સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડ અને ઓક્સિજન પ્લાન્ટનું નિરીક્ષણ કરી મેડીકલ કોલેજમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી.
રાજકોટમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે એક સમીક્ષા બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટરે સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડ અને ઓક્સિજન પ્લાન્ટનું નિરીક્ષણ કરી મેડીકલ કોલેજમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી. આ ઉપરાંત કલેક્ટરે સિવિલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજની મુલાકાત લઈ મેડીકલ કોલેજના તમામ વિભાગના અધિકારીઓ અને ડોક્ટર્સને માર્ગદર્શન આપ્યું હતું. અહીં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં દર્દીઓને બેડ, ઓક્સિજન કે દવા માટે કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સિવિલ હોસ્પિટલમાં તમામ તૈયારઓ કરી દેવાઈ છે.