મહીસાગરના રાઠડા-ચાંદડી બેટ ગામે રસીકરણનો કાર્યક્રમ યોજાયો
Live TV
-
મહીસાગર જિલ્લાના બેટ વિસ્તારમાં કડાણા તાલુકાના રાઠડા-ચાંદરી બેટ ગામે રહેતા લોકોને રસી આપવા માટે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ, સંતરામપુર ધારાસભ્યની ઉપસ્થિતિમાં રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો.
મહીસાગર જિલ્લાના બેટ વિસ્તારમાં કડાણા તાલુકાના રાઠડા-ચાંદરી બેટ ગામે રહેતા લોકોને રસી આપવા માટે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ, સંતરામપુર ધારાસભ્યની ઉપસ્થિતિમાં રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ અધિકારીઓ નાવડીમાં બેસીને આ વિસ્તારમાં પહોચતા તેઓનું સ્વાગત કર્યું હતું. ગામના સરપંચ સહિત આગેવાનોએ રસી મુકાવી લોકોને કોરોના પ્રતિરોધક રસી અંગે અફવાઓથી દૂર રહેવા પ્રેરક સંદેશ આપ્યો. બેટ વિસ્તારમાં ૨૦૦ થી વધારે ઘરોમાં રહેતા આદિવાસી પરિવારજનોએ ઉત્સાહ ભેર રસી લીધી હતી.