દીવ અને દમણમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ થયું
Live TV
-
પ્રથમ ડોઝ બાદ હવે બીજા ડોઝની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી 18થી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવી છે.
હાલ દેશભરમાં યુદ્ધના ધોરણે વેક્સિનેશન ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ થઈ ગયું છે. જે એક મોટી સિદ્ધી છે. પ્રથમ ડોઝ બાદ હવે બીજા ડોઝની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી 18થી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવી છે. સાથે જ આરોગ્ય કર્મચારીઓ, ફ્રંટલાઈન વર્કર સહિત તમામ લોકોને વેક્સિનેટ કરાયા છે. તો બીજા ડોઝના રસીકરણ માટે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. જેમાં રોજ 5 હજાર જેટલા લોકોને ફોન કરીને બીજા ડોઝ અંગે જાણકારી આપવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે 16 જાન્યુઆરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રવ્યાપી રસીકરણનો પ્રારંભ કરાયો હતો. સંઘ પ્રદેશમાં પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ દીવ અને દમણમાં 100 ટકા વેક્સિનેશનની મોટી સિદ્ધી મળી છે.