અરવલ્લીઃ કોરોનાની ત્રીજી સંભવિત લહેર માટે બાળકો માટે 45 બેડ તૈયાર કરાયા
Live TV
-
મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે 25, જ્યારે વાત્રક હોસ્પિટલ બાયડ ખાતે 20 મળી કુલ 45 બેડ તૈયાર કરવામાં આવ્યા
કોરોનાની ત્રીજી સંભવિત લહેરને લઇને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સાબદૂ બન્યું છે. જિલ્લામાં ત્રીજી સંભવિત લહેર માટે બાળકો માટે બે હોસ્પિટલમાં 45 બેડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે 25, જ્યારે વાત્રક હોસ્પિટલ બાયડ ખાતે 20 મળી કુલ 45 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે જ સાર્વજનિક હોસ્પિટલ મોડાસા ખાતે 15 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન જ્યારે 6 વેન્ટિલેટર તૈયાર રખાયા છે, તો વાત્રક હોસ્પિટલ બાયડ ખાતે પાંચ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અને ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. આ સાથે જ બન્ને હોસ્પિટલમાં સામાન્ય વ્યક્તિઓ માટે પણ અંદાજે 300 બેડની વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે...