કોરોના કાળમાં બાળકોની સંભાળ કઇ રીતે રાખવી તે અંગે તાલીમનું આયોજન કરાયું
Live TV
-
સંઘ પ્રદેશ દીવના ઘોઘલામાં કોરોના મહામારીમાં બાળકોની સંભાળ કેવી રીતે રાખી શકાય તેને લઈ આશા વર્કર બહેનો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોગ્રામ મેનેજર ડૉક્ટર વિકાસ દ્વારા બહેનોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. હોસ્પિટલ અને ઘરે બાળકોની સંભાળ કેવી રીતે રાખી શકાય. બાળકોમાં કોરોનાના લક્ષણો જોવા મળે ત્યારે કેવી રીતે તેમની સારવાર કરવી તેને લઈ આશાવર્કર બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ કોરોના વેક્સિન પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે અને લોકોમાં આશા વર્કર બહેનો કેવી રીતે જાગૃતિ ફેલાવે તેને લઈ માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો ઉપસ્થિત રહી હતી. તો આ પહેલા જિલ્લા કલેક્ટર સલોની રાયના માર્ગદર્શનમાં હોસ્પિટલની નર્સ બહેનો માટે પણ એક તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું.